દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

વિશ્વનું સૌથી ઓલ્ડેસ્ટ દંપતી

૧૦૮ વર્ષના દાદા અને ૧૦૦ વર્ષનાં દાદી છે

ટોકીયો, તા.૧૦: જપાનમાં દીર્ઘાયુ અને સદી જીવી ચૂકેલા લોકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીએ અનેકગણી વધારે છે. જપાનનું આવું જ એક દીર્ઘાયુ કપલ તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પામ્યું છે. ૧૦૮ વર્ષના મસાઓ માત્સુમોટો અને ૧૦૦ વર્ષનાં મિયાકો સોનોદાએ થોડાક સમય પહેલાં તેમની ૮૦મી વેડિંગ એનિવર્સરી ઊજવી હતી. ગઇ કાલની તારીખ સુધીમાં તેમની ભેગી ઉંમર થાય છે ૨૦૯ વર્ષ અને ૯ દિવસ. તેમને પાંચ દીકરીઓ છે જેની ઉંમર ૬૬થી ૭૭ વર્ષની આસપાસ છે. ૧૩ ગ્રેન્ડચિલ્ડ્રન અને ૨૪ ગ્રેટ ગ્રેન્ડચિલ્ડ્રન છે.(૨૩.૮)

(3:37 pm IST)