દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

પાણીનું ટેન્કર જોઇને ૧૩૦૦ તરસી ગાયો દોડી આવી

સીડની તા ૧૦ ઓસ્ટ્રેલિયાનો ન્યુ સાઉથ વેલ્સ વિસ્તાર ૧૦૦ ટકા  દુકાળથી ગ્રસ્ત છે. આ દુકાળ એટલો કારમો છે કે સ્થાનિક લોકોને પાણી માટે સેંકડો  કિલોમીટર સુધી ટ્રવેલ કરવું પડે છે. ખાસ કરીને પાળેલા પ્રાણીઓ માટે પીવાનું પાણી ખુટી પડયું છે. ન્યુ સાઉથ વેલ્સમાં એમ્બરલીઆ નામની મહિલા ખેડુતના ફાર્મમાં ૧૩૦૦ ગાયો છે. એમ્બરનું કહેવું છે કે તેની આસપાસના તમામ જળાશયો સુકાઇ ગયા છે અનેપોતાની આ ગાયો તરસી મરી રહી  છે. હાલમાં રોજ એમ્બર ૭૦ કિલોમીટર દુરથી ટેન્કર ભરીને ગાયો માટે પાણી લાવે છે. તેણે ડ્રોનથી આ દ્રશ્યની વિડીયો-કિલપ  ઉતારી છે. ગાયો એટલી તરસી હોય છે કે જેવું ફામ ર્માં ટેન્કર આવે એટલે પાણી પીવા એ તરફ દોડે છે. જો તે રોજ ૧ લાખ લિટર પાણી લાવે તો જ આટલી ગાયોને જિવાડવા પૂરતું પીવાનું પાણી મળી રહે. નદી અને જળાશયો સુકાઇ ગયા હોવાથી પાણીનો સપ્લાય ખોરવાયો છે. એમ્બર અત્યારે ૭૦ કિલોમીટર દુરથી પાણી  ભરી લાવે છે, પરંતુ જે જગ્યાએથી તે પાણી લાવે છે ત્યાં પણ પાણીનો જથ્થો ઘણો સિમીત છે. તેણે તાજેતરમાં ડ્રોનથી લીધેલ વિડીયો પોતાના ફેેસબુક એકાઉન્ટ પર શેર કરીને દુકાળની સ્થિતીનો ચિતાર આપ્યો હતો.મેલબર્ન યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે ન્યુ સાઉથ વેલ્સ  રાજય ૪૦૦ વર્ષના સોૈથી ભયાનક દુકાળનો સામનો કરી રહ્યું છે.

(3:36 pm IST)