દેશ-વિદેશ
News of Friday, 10th August 2018

૩૦૦ કિલો વજનને લીધે બોયફ્રેન્ડે છોડી : યુવતીએ ઇન્સ્પાયર થઇ પોતાને બદલી નાખી!

ન્યૂયોર્ક તા. ૧૦ : ૨૪ વર્ષની ઉંમરે અમેરિકાની એમ્બર રાચ્ડીનું વજન એટલું વધી ગયું કે, તે ધીમે-ધીમે ૩૦૦ કિલોની થઈ ગઈ. એમ્બર માટે હલન-ચલન કરવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. આને કારણે તે માનસિક સમસ્યાઓનો પણ શિકાર થતી ગઈ. તે આખો દિવસ કંઈને કંઈ ખાતી રહેતી હતી, આટલા વજન છતા તેનો હાઈકેલરી ફૂડ પ્રત્યેનો મોહ ઘટતો નહોતો. સ્થિતિ એટલી બગડી ગઈ કે, એમ્બરનો બોયફ્રેન્ડ તેના વજન અને આદતોને લીધે તેને છોડીને જતો રહ્યો છે.

આને કારણે એમ્બર ખૂબ તૂટી ગઈ પણ બાદમાં તેણે નક્કી કરી લીધું કે, તે આ વજનથી છૂટકારો મેળવશે. ત્યારબાદ એમ્બરે જે રીતે પોતાની જાતને બદલી કે, આજે તેને કોઈ ઓળખી શકે તેમ નથી.

એમ્બર પહેલા તો ડોકટર્સને મળી અને સમજયું કે, કેવી રીતે વજનથી છૂટકારો મેળવી શકાય. ડોકટર્સે સૌથી પહેલા તેને ડાયટિંગ શરૂ કરાવી. એમ્બરનો ફેટ એટલો હતો કે, તેનો એક પગ એક તકિયા જેવો લાગતો હતો. એટલે ડોકટર્સે પહેલા ડાયટિંગ દ્વારા તેનું ૧૦ કિલો વજન ઘટાડ્યું.

બાદમાં સર્જરી કરીને એમ્બરના શરીરમાંથી ૫૦ કિલો ચરબી બહાર કાઢવામાં આવી. થેરાપી, ઓપરેશન અને એકસરસાઈઝ દ્વારા એમ્બરે ૨૩૦ કિલો વજન ઘટાડી લીધું. આજે એમ્બર આશરે ૭૦ કિલોની છે અને તેનું ફિગર જોઈ ભલભલા લોકોના મ્હોં પહોળા થઈ જાય છે.

એમ્બર હવે પોતાના જેવી જ સમસ્યાઓથી ઝઝૂમી રહેલી યુવતીઓને સોશિયલ મીડિયા પેજ દ્વારા ગાઈડન્સ આપતી રહે છે. તે પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરી લોકોને પ્રોત્સાહિત કરતી રહે છે.

(10:17 am IST)