દેશ-વિદેશ
News of Saturday, 10th July 2021

આ દેશમાં કોરોનાની રસી ન લેનાર લોકોની નોકરીને આવી શકે છે જોખમ

નવી દિલ્હી: કોરોના મહામારી સાથે કામ પાર પાડવામાં ફિઝી સરકારે કડક પગલાં ભર્યા છે. અહીં વડાપ્રધાન ફ્રેન્ક બેનિમરામાએ કોરોનાને નાથવા માટે રસી જરૂરી હોઇ પ્રજાને એ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા નારો આપ્યો છે નો જૈબ, નો જોબ્સ અર્થાત રસી નહિ તો નોકરી નહિ હકીકતમાં આ દેશમાં ડેલ્ટા વેરિઅન્ટ ટકોરા મારી ચૂક્યો છે કે જેનાથી દુનિયા ડરેલી છે.

આ પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાને કહ્યું છે કે કોરોના રસી નહિ મૂકાવનારે નોકરી ગુમાવવી પડશે. વડાપ્રધાન ફ્રૈન્ક બેનિમરામાએ કહ્યું છે કે 15 ઓગસ્ટ સુધી વેક્સિનનો પહેલો ડોઝ નહિ લેનાર સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાશે અને 1 નવેમ્બર સુધી બીજો ડોઝ નહિ લેનારને નોકરીમાંથી કાઢી મૂકાશે. ફિજીના વડાપ્રધાને આ સંદભેમાં ગુરૂવારે દેશના નામે કરેલા સંબોધનમાં જણાવ્યું કે નો જૈબ, નો જોબ્સ. વિજ્ઞાન આપણને સમજાવે છે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી કેટલી જરૂરી છે. હવે સરકારએના આધારે નીતિ નક્કી કરી રહી છે. રસી નહિ મૂકાવનારાઓએ નોકરી ગુમાવવા માટે તૈયાર રહેવું પડશે.

 

(6:32 pm IST)