દેશ-વિદેશ
News of Tuesday, 10th July 2018

OMG.! ગાયે બે મોઢાવાળા વાછરડાને આપ્યો જન્મ, લોકો ચોંકી ગયા

લંડન, તા.૧૨: બ્રાઝિલમાં ગાયે એક એવા વાછરડાને જન્મ આપ્યો હતો કે તેને જોઇને લોકો ચોંકી ગયા હતા. લોકો આ વાછરડાને એક ચમત્કાર માનવા લાગ્યા હતા. જોકે, આ વાછરડું થોડા દિવસ જ જીવિત રહ્યું હતું. ખરાબ સ્વાસ્થ્યના કારણે તેનું મોત થયું હતું.

ગાયે બે મોંઢાવાળા વાછરડાને આપ્યો જન્મ બ્રાઝિલના ચાયપોનિયા વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ગાયે બે મોઢાવાળા વાછરડાને જન્મ આપ્યો હતો. આ અનોખા ગાયના બચ્ચાને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી. લોકો માટે આ કોઇ દુર્લભ દ્યટના અને ચમત્કારથી ઓછી ન્હોતી.

બે મોઢા અને ચાર આંખો વાછરડાને બે મોંઢા અને ચાર આંખો હતી. બીજું મોંઢુ એના ગળાના ભાગથી જોડાયેલું હતું. ફાર્મમાં હાજર લોકોએ તેને બોટલથી દૂધ પીવડાવ્યું હતું. આ વાછરડું સામાન્ય રીતે જીવી રહ્યું હતું. પરંતુ કેટલાક દિવસ પહેલા તેની તબીયત લથડી હતી. સ્થાનિક લોકોની સતત સેવા આપવા છતાં તેની સ્થિતિ વધારે ખરાબ થતી ગઇ અને છેવટે તે મોતને ભેટ્યું હતું.

કોઇને ન થયો વિશ્વાસ ફાર્મ માલિકની પત્ની જાઇકા સોઆરેસનું કહેવું છે કે, આ આશ્યર્યચકિત કરનારી દ્યટના હતી. તેમને વિશ્વાસ ન્હોતો તથો કે, તેમના ફાર્મમાં એક બે મોઢાવાળા વાછરડાનો જન્મ થયો હતો અને થોડા જ દિવસમાં તેનું મોત થયું હતું. જોકે, મોત પહેલા પાંચ દિવસ પોતાના હાથે વાછરડાને દૂધ પીવડાવ્યું હતું. તેની સ્થિતિમાં કોઇ સુધારો ન થયો અને તેનું મોત થયું હતું.

શું કહે છે નિષ્ણાંતો? સ્થાનિક પશુચિકિત્સક ડેનિયલના જણાવ્યા પ્રમાણે આ એક દુર્લભ દ્યટના હતી. આ કદાચ ઇનબ્રિડિંગનો મામલો હતો. જેનાથી વિસંગતિ સાથે વાછરડું જન્મ્યું હતું. આ ખુબ જ દુર્લભ સ્થિતિ છે.

 ભારતમાં પણ બની ચુકયા છે આવા દુર્લભ કિસ્સાઓ ઉલ્લેખનીય છેકે, આવા કિસ્સાઓ ભારતમાં પણ બની ચૂકયા છે. ગત વર્ષ ઉત્ત્।ર પ્રદેશના કાનપુરમાં એક આવો જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પણ બે મોઢાળા વાછરડાએ જન્મ લીધો હતો. તેનુ પણ જન્મના કેટલાક કલાકોમાં જ મોત થયું હતું.

(3:50 pm IST)