દેશ-વિદેશ
News of Tuesday, 10th July 2018

ઇન્ટરવ્યુમાં શાંત રહેતા ઉમેદવારોને નોકરી મળવાના ચાન્સ ઓછા

ન્યુયોર્ક તા. ૧૦ :..  અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં થયેલા એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઇન્ટરવ્યુ વખતે શાંત રહેતા હોય છે તેમને નોકરી મળવાના ચાન્સ ખૂબ ઓછા રહે છે. અમેરિકામાં રહેતા યુરોપિયન, અમેરિકન અને એશિયન અમેરિકનો તેમજ હોન્ગકોન્ગમાં રહેતા ચાઇનીઝના એક ગ્રુપ પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો જેમાં ૧૦૪૧ લોકોને સામેલ કરવામાં આવ્યા હતાં. આ લોકો પર એક એકસપરિમેન્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે તમારે ઇન્ટર્નશીપ માટે અરજી કરવાની છે. આ માટે એપ્લિકેશન -ફોર્મ ભર્યા બાદ એક વિડીયો દ્વારા તેમને પોતાનું ઇન્ટ્રોડકશન આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમને ઇમોશન્સ પણ કહેવા માટે જણાવવામાં આવ્યું હતું. આ પાંચ ગ્રુપમાંથી યુરોપિયનો અને અમેરિકાનોએ ઇન્ટર્નશીપ માટે જોરદાર એકસાઇટમેન્ટ દર્શાવી હતી, જયારે એશિયન અને ચાઇનીઝલોકો  લાગણી વ્યકત કરવામાં શાંત જણાયા હતાં.

સ્ટડીમાં સાયન્ટિસ્ટોએ નોંધ્યું હતું કે ઇન્ટરવ્યુ માટે આવતા ઉમેદવારોની લાગણીઓ એના માનસ પર અસર કરે છે. તેમની સંસ્કૃતિનો પણ તેમના પર પ્રભાવ હોય છે. જે લોકો ઇન્ટરવ્યુ લેતા હોય છે તેમને એકસાઇટમેન્ટ ધરાવતા અને પોતાની લાગણીઓ એકદમ સારી રીતે એકસપ્રેસ કરી શકતા ઉમેદવારો વધારે પસંદ હોય છે.

(11:34 am IST)