દેશ-વિદેશ
News of Tuesday, 10th July 2018

મોડી રાતે જમવાથી મેદસ્વી થવાનું જોખમ સોૈથી વધારે

લંડન તા.૧૦: ઘણા લોકોને મોડી રાતે સ્નેકસ કે મીઠાઇ ખાવાની આદત હોય છે, પણ આ આદત વહેલી તકે સુધારી લેવાની જરૂર છે કારણ કે નિયમિત સમયના બદલે મોડી રાતે આવો ખોરાક લેવાથી માત્ર પાચનતંત્રને નુકસાન થાય છે એટલું જ નહીં, શરીરમાં ચરબીનો વધારો થાય છે અને મેદસ્વીપણું આવે છે. સામાન્ય રીતે રાતે જે ખાવામાં આવે એ પચતું નથી અને સીધું કેલરીમાં રૂપાંતરિત થાય છે. આનું કારણ એ છે કે રાતે જમ્યા બાદ કોઇ ફિઝિકલ એકિટવિટી થતી નથી અને લોકો સીધા સૂવા જતા રહે છે. કુકીઝ અને ચિપ્સ જેવા ફુડને પચાવવા માટે દિવસના સમયે પણ શરીરને બેથી ત્રણ કલાક લાગે છે. આથી આવું ફુડ ખાઇન સુઇ જનારા લોકોના પાચનતંત્રની શી હાલત થાય એ અંદાજ લગાવી શકાય છે. સ્નેકસ મોટા ભાગે ચટપટાં, ઓઇલી અને ફ્રાઇડ હોય છે. વર્કઆઉટ કરનારા લોકો પણ એક ચોક્કસ માત્રામાં જ સ્નેકસ લેતા હોય છે. આથી જન્ક ફુડ રાતે લેનારા લોકોએ ચેતી જવાની જરૂર છે. રાતે મીઠાઇ અને ડિજટ્સ ખાનારા  લોકો જો બ્રશ કર્યા વિના સૂઇ જાય તો તેમના દાંત પણ ખરાબ થાય છે. એમાં રહેલી મીઠાશથી દાંતમાં બેકટેરિયા પેદા થાય છે અને એના કારણે દાંતમાં પણ સડો થાય છે. આમ મોડી રાતે ખાનારા લોકોએ ચેતી જવાની જરૂર છે.

(11:22 am IST)