દેશ-વિદેશ
News of Tuesday, 10th July 2018

જો તમારા દાંતમાં સડો છો તો અપનાવો આ ઉપાય

જ્યારે તમે ભોજન કરો છો ત્યારે તમારા દાંતમાં ખોરાક ભરાઈ જાય છે અને તમે વ્યવસ્થિત કોગળા કરતા નથી. જેથી ભોજન દાંતની વચ્ચે જ રહે છે. ધીમે-ધીમે તેમાં વધારે દુર્ગંધ આવવા લાગે છે. કયારેક તો દાંતમાં જંતુ પણ થઈ જાય છે.

દાંતમાં થતા સડાથી તમારી આસપાસના લોકો હેરાન થઈ જાય છે. કારણ કે જ્યારે તમે વાત કરો છો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે. આજકાલ લોકો દાંતોમાં આવતી દુર્ગંધથી હેરાન છે. તેને દૂર કરવા માટે કરો આ ઉપાય.

રૂમાં તેલ લગાવી દાંતો વચ્ચે રાખવુ

રૂમાં તેલ લગાવી દાંતો વચ્ચે રાખવાની ક્રિયા એક આયુર્વેદિક ક્રિયા છે, જેનાથી કેટલાય ફાયદા થાય છે. દાંતના સડાથી બચવા માટે તમે રૂને તેલમાં પલાળીને થોડી વાર દાંતોની વચ્ચે રાખો અને ત્યારબાદ તમારા મોંમાં જે થૂંક આવે છે તેને બહાર થૂંકો. તમને સડામાં રાહત મળશે.

લવિંગનું તેલ

દાંતમાં સડો કે દર્દ થતા તમે રૂમાં એક ટીપુ લવિંગનું તેલ નાખો અને તેને દાંતોની વચ્ચે દબાવીને રાખો. આવુ ૧૫ મિનીટ સુધી કરો. દાંતમાં સડાના દર્દથી છૂટકારો મળશે.

(9:57 am IST)