દેશ-વિદેશ
News of Thursday, 10th June 2021

કીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે:અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ કરી શોધ

નવી દિલ્હી: હાલમાં થયેલ નવી શોધમાં અમેરિકામાં જોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ શોધ કરી કે, કીકીની સાઇઝ કોઇ વ્યક્તિની બુદ્ધિમત્તા વિશે પણ જણાવી શકે છે. સંશોધન કરનાર વૈજ્ઞાનિક જેસન ત્સુકાહારા અને રેન્ડલ એન્ગલ (Randall Engle)એલેક્ઝાન્ડર બર્ગોય સાથે એક સાઇન્ટિફીક અમેરિકન આર્ટિકલ લખ્યો હતો. લેખ કોગ્નિશનના જૂનના અંકમાં પ્રકાશિત થયો હતો. જેમાં લખ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે સંજ્ઞાનાત્મક પરીક્ષણોમાં ઉચ્ચત્તમ સ્કોર કરનારા લોકો અને સૌથી ઓછો સ્કોર કરનારા લોકો વચ્ચે બેસલાઇનમાં તફાવત આંખ દ્વારા શોધી શકાય તેટલો મોટો હતો.18થી 35 વર્ષની વયના 500થી વધુ લોકો પર વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો હતો. તેમને અભ્યાસમાં ભાગ લેનાર લોકોને ડીમ લેબોરેટરી લાઇટમાં ખાલી કમ્પ્યૂટર સ્ક્રીનને જોવા માટે કહ્યું હતું. બાદમાં વૈજ્ઞાનિકોએ એક આઇ ટ્રેકરનો ઉપયોગ કરી લોકોની કીકીની સાઇઝનું માપ લીધું. કોર્નિયા અને કીકીનું સાચું માપ જાણવા એક હાઇ પાવર કેમેરાને કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આઇ ટ્રેકર દ્વારા તમામની કીકીની સરેરાશ સાઇઝ કેલક્યુલેટ કરી હતી. બાદમાં, તમામ લોકોને અમુક ટાસ્ક આપવામાં આવ્યા હતા, જે તેમની પ્રવાહી બુદ્ધિને માપવા માટે, નવી સમસ્યાઓના માધ્યમથી તર્ક મેળવવાની અને ઉકેલવાની ક્ષમતા, તેમજ ધ્યાન નિયંત્રણ, વિક્ષેપોની વચ્ચે ધ્યાન લગાવી રાખવાની ક્ષમતા અને કાર્યશીલ સ્મૃતિ ક્ષમતા, એક નિશ્ચિત સમયમાં જાણકારી સંગ્રહિત કરવાની ક્ષમતા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, જે લોકોની કીકીની સાઇઝ મોટી હતી, તેમનામાં પ્રવાહી(ફ્લુઇડ) બુદ્ધિ અને ધ્યાન નિયંત્રણ વધુ હોય છે. તેમનામાં ઉચ્ચ સ્મૃતિ ક્ષમતા પણ હતી, પરંતુ પ્રવાહી બુદ્ધિ અને ધ્યાન નિયંત્રણ વચ્ચે વધુ અંતર નહોતું.

(5:41 pm IST)