દેશ-વિદેશ
News of Monday, 10th June 2019

ટ્રેનમાં અચાનક આવી એવી વસ્તુ સામે લોકોની ચીસ નીકળી ગઈ

નવી દિલ્હી: પ્લેનમાં સાપ જોવા મળ્યો હોવાની ન્યુયોર્કની ઘટના બાદ હવે ન્યુયોર્કમાં સબ વે ટ્રેનમાં અચાનક ચામાચીડિયું સામે આવ્યું હોવાની ઘટના બની છે ટ્રેનમાં અચાનક ચામાચીડિયું જોવા મળતા યાત્રીઓની ચીસ નીકળી ગઈ હતી વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુયોર્કમાં રવિવારના સાંજે ટ્રેનમાં અચાનક ચામાચીડિયું આવીને બેસી ગયું હતું ટ્રેન ન્યૂયોર્કથી બ્રુકલીન જઈ રહી હતી ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(5:59 pm IST)