દેશ-વિદેશ
News of Monday, 10th May 2021

તાલિબાને ઈદની રજા દરમ્યાન ત્રિદિવસીય યુદ્ધ વિરામની ઘોષણા કરી

નવી દિલ્હી: તાલિબાન આતંકવાદી સંગઠને આગામી દિવસોમાં ઈદ પર રજા દરમ્યાન અફઘાન સરકાર સાથે ત્રણ દિવસીય યુદ્ધ વિરામની ઘોષણા કરી છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહીદે જણાવ્યું છે કે તેમના હમવતન માટે એક શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલ બને તે માટે ઈદ પર શાંતિ મનાવવા માટે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે. તેમજ દુશ્મનો વિરુદ્ધ બધાજ અભિયાન રોકી દેવામાં આવ્યા છે. તાલિબાનના પ્રવક્તાએ વિદ્રોહી લડાકુઓથી યુદ્ધ વિરામ દરમ્યાન અફઘાન સૈનિકોના નિયંત્રણ વાળા વિસ્તારમાં જવાનો આગ્રહ કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:35 pm IST)