દેશ-વિદેશ
News of Friday, 10th May 2019

દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપથી અફરાતફરી

મિયાજાકી,તા.૧૦: જાપાનના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમા આજે સવારે ૮-૪૫ કલાકે આવેલા ૬.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી આ વિસ્તારમા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ભૂકંપનુ એપી સેન્ટર મિયાજાકીથી ૩૯ કીલોમીટર દક્ષિણ પૂર્વમા જમાનથી ૨૩ કિમીની ઊેડાઈએ માપવામા આવ્યુ છે.    

જાપાનની ક્યુશુ ઈલેકટ્રિક પાવર કપંનીના જણાવ્યા અનુસાર આજે આવેલા ભૂકંપના કારણે કામોશિમા ખાતેના સેદાઈ પરમાણુ ઉર્જા સયંત્રમા કોઈપણ પ્રકારની ગરબડ થયાની માહિતી મળી નથી. જાપાનના મિયાજાકી નજીક આવેલા આ ૬.૩ની તીવ્રતાના ભૂકંપના કારણે સવારમા જ લોકોમા ભારે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થયાના અહેવાલ મળ્યા નથી. આ ઉપરાંત હવામાન વિભાગ તરફથી ભૂકંપ બાદ સુનામી અંગે પણ કોઈ ચેતવણી આપવામા આવી નથી, હાલમા આ વિસ્તારમા ભૂકંપ બાદ જે થોડુઘણુ નુકસાન થયુ છે તે અંગે કામગીરી ચાલી રહી છે. જાપાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમા હાલ આ અંગે ભૂકંપ સાથે સંકળાયેલી એજન્સીઓ અને હવામાન વિભાગ તરફથી હવે અન્ય કોઈ વિસ્તારમા આવી અસર થવાની છે કે કેમ તે અંગે તપાસ કરી રહ્યા છે, હાલ આ વિસ્તારમા પરિસ્થિતી થાળે પડી રહી છે.

(3:44 pm IST)