દેશ-વિદેશ
News of Friday, 10th May 2019

ટેટુ-આર્ટિસ્ટે કારની ધૂળમાં ઉભું કર્યુ અદભુત આર્ટ

દિલથી જે કલાકાર હોય તેને કચરામાં પણ કળાનો નમૂનો ઊભો કરતાં આવડી જાય. નોર્વેના નોટોડેનમાં રહેતા ડિનો ટોમિક નામના ક્રોએશિયન ટેટૂ-આર્ટિસ્ટે પોતાની કારની ધૂળ ખાધેલી વિન્ડસ્ક્રીન પર પાતળા પેઇન્ટ-બ્રશની મદદથી એવું અદભુત દ્રશ્ય રચી દીધું હતું કે એ પછી એ ધુળને સાફ કરવાનું મન જ ન થાય. લગભગ એક આખો દિવસ ડિનોએ આ આર્ટ તૈયાર કરવામાં વિતાવ્યો હતો અને પછી તસ્વીરો પાડીને પાણીથી એને ભૂંસી નાખી હતી.

(2:44 pm IST)