News of Thursday, 10th May 2018
તો આ કારણોસર અહીંયા પુરુષો મહિલાના કપડાં પહેરે છે
નવી દિલ્હી: થાઈલેન્ડના નાખોન ફેનમ પ્રાંતના એક ગામમાં આદમી મહિલાના કપડાં પહેરતા જોવા મળે છે જેનું કારણ ખુબજ અજીબ પ્રકારનું બતાવવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ગામમાં એક વિધવા ભૂતથી ડરવાના કારણે પુરુષો મહિલાના કપડાં પહેરવાનું શરૂ કરી દીધુ છે થોડા દિવસો પહેલા આ ગામમાં ઊંઘમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા જેની પાછળનું કારણ એક વિધવા હોવાનું માનવામાં આવી રહ્યું છે એટલા માટે અહીંયા પુરુષો પણ મહિલાના કપડાં પહેરવા લાગ્યા છે જેથી કરીને તે આ વિધવાનો શિકાર ન બને.
(6:44 pm IST)