દેશ-વિદેશ
News of Saturday, 10th April 2021

ઓએમજી......એક વર્ષ પહેલા પાણીમાં પડેલ આઈફોન શરૂ હાલતમાં મળી આવતા અચરજ

નવી દિલ્હી: તાઈવાનમાં એક નસીબદાર વ્યક્તિ સાથે આ ઘટના હકીકતમાં બની છે. 1 વર્ષ પહેલાં ખોવાઈ ગયેલો આઈફોન મળી જતા તેની ખુશીનો પાર ના રહ્યો. હાલ તાઈવાનમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. નદીઓમાંથી પાણી સૂકાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના આઇકોનિક લેકમાંના એક એવા સન મૂન લેકનું પાણી પણ સૂકાઈ ગયું છે. એક સમયે આ તળાવ પાણીથી છલોછલ ભરેલું રહેતું હતું પણ હાલ તેમાં કીચડ છે. આ ઘટના શેન નામનાં વ્યક્તિ માટે લકી સાબિત થઈ છે. શેન આશરે 1 વર્ષ પહેલાં સન મૂન લેક ફરવા આવ્યો હતો અને અહિયાં ભૂલથી તેનો ફોન તળાવમાં પડી ગયો હતો. આઈફોન 11 પ્રો મેક્સ પરત મળશે તેવી કોઈ આશા નહોતી. ગયા અઠવાડિયે શેનને લેકનું ધ્યાન રાખતા કર્મચારીનો ફોન આવ્યો અને તેનો આઈફોન મળ્યાની વાત કહી. શરુઆતમાં તો શેનને આ વાત એક સપના જેવી લાગી. નવાઈની વાત એ હતી કે આઈફોન ચાલુ કન્ડિશનમાં હતો.

(5:24 pm IST)