દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

ઇંડોનેશિયામાં 26 ડોકટરો અને નવ નર્સો સહીત 280કોરોના દર્દીના મૃત્યુ

નવી દિલ્હી:ઇંડોનેશિયામાં કોરોનાનો કહેર ચાલુ જ છે એશિયાઈ મુલ્કોમાં  ચીન પછી હવે ઈંડોનેશિયા એવો બીજો દેશ છે  જ્યાં વધારે મૃત્યુ નીપજે છે અત્યારસુધીમાં ત્યાં 280 કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા છે જયારે 3293 વાયરસથી સંક્રમિત છે.

ઈંડોનેશિયાઈ સરકારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણની ઉણપના કારણોસર 26ડોક્ટરોની અને 9નર્સોના જીવ ચાલ્યા ગયા છે આ કર્મમાં યુરોપના ઇટલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 40 હજારની આસપાસ હોવાની માલુમ પડી રહ્યું છે  તેમજ 96 ડોક્ટરોના મૃત્યુ નિપજ્યા છે.

(6:53 pm IST)