દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

કોરોના સામે લડવા માટે સાર્ક દેશોના સંગઠન-સાઉથ એસોશિએશને ઇમરજન્સી ફંડ બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હી: નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સાર્ક દેશોના સંગઠન-સાઉથ એશિયન એસોસિએશન ફોર રીજનલ કો-ઓપરેશને એક ઈમરજન્સી ફંડ બનાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન દ્વારા સાર્ક કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ ફંડમાં 30 લાખ અમેરિકી ડોલરનું દાન કર્યા બાદ અત્યારે તે પાછળ હટતું દેખાઇ રહ્યું છે. આને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે, પ્રત્યેક રાષ્ટ્રની ગંભીરતાનો અંદાજ તેમના વ્યવહાર પરથી લગાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીજીની અપીલ પર સાર્ક દેશોએ તુરંત જ કોવિડ-19 ઈમરજન્સી ફંડમાં યોગદાન આપવા માટે એકજુટતા દર્શાવી પરંતુ પાકિસ્તાન તરફથી આ જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે.

(6:53 pm IST)