દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

હે ભગવાન......કોરોનાની મહામારી વચ્ચે એપ્રિલમાં ત્રાટકી શકે છે બમ ચક્રવાત

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તરી ન્યુ ઈંગ્લેન્ડના અધિકાંશ વિસ્તારોમાં તોફાનનો ભય મંડરાયેલો છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણી ક્યુબેકના તટીય ન્યૂબ્રંસવિક કનાડા ઉપર ચક્રવાતી તોફાન બની રહ્યું છે. જે બમ ચક્રવાતનું રૂપ લઈ શકે છે.

હવામાન વિભાગે એપ્રિલના મધ્યમાં આ તોફાન સક્રિય થવાનું અનુમાન લગાવ્યું છે. Accuweather ના સિનિયર હવામાન વૈજાનિક એલેક્સ સોસ્નોસ્કીએ જણાવ્યું હતું કે ભલે આ તોફાન દૂર હોય પરંતુ તેની ઝડપના કારણે ઉત્તરી ન્યુ ઇંગ્લેન્ડમાં ભારે બરફ, અને ભારે પવન વાવાઝોડું આવશે. હવામાન વિભાગનું માનવું છે કે આ ઘણું વધી શકે છે. હવામાન વિગ્યાની રેની ડફે બતાવ્યું છે કે ગત શિયાળામાં બમ ચક્રવાતી જેવા તોફાને પૂર્વી કેનેડાના કેટલાય વિસ્તારોમાં કહેર મચાવ્યો હતો. વાવાઝોડાને કારણે ભારે બરફ વર્ષા પણ જોવા મળી હતી.

(6:52 pm IST)