દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

અમેરિકાની સુપર માર્કેટમાં 36 હજારનો સમાન ચાટીને બરબાદ કરી દેનાર 53 વર્ષીય મહિલાની પોલીસે ધરપકડ કરી

નવી દિલ્હી: અમેરિકાનું એક સ્ટેટ છે કેલીફોર્નિયા. અહીં તાહો (Tahoe) લેકની પાસે આવેલા એક સુપરમાર્કેટ (Super Market) થી 8 એપ્રિલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી. તેની ઉપર આરોપ છે કે તેણે સુપરમાર્કેટના 1800 ડોલર એટલે કે એક લાખ 36 હજાર રૂપિયાના સામાનને ચાટીને બરબાદ કરી દીધો. મહિલા 53 વર્ષની છે અને તેનું નામ જેનિફર વોકર છે. રિપોર્ટસ અનુસાર, જેનિફરે એક-એક કરની સ્ટોરના ઘણા સામાનને ઉઠાવ્યો. તેને ચાટ્યો અને પોતાના બાસ્કેટમાં મુકી દીધો. સુપરમાર્કેટના સ્ટાફે આ બધુ જોયુ તો પોલીસને ખબર કરી દીધી. પોલીસ તરત ત્યાં પહોંચી અને જેનિફરની ધરપકડ કરી લીધી.

(6:51 pm IST)