દેશ-વિદેશ
News of Friday, 10th April 2020

અમેરિકામાં કોરોનાને ધ્યાનમાં લઈને પોલીસ સામે છીંક ખાઈને ખાસનાર લોકો સામે આતંકવાદ ફેલાવવાનો ગુનો દાખલ

નવી દિલ્હી: સંખ્યાબંધ જગ્યાઓ પર લોકો પોલીસ સામે છીંક અને ખાંસીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા હોવાથી હવે અમેરિકાએ છીંક ખાનારાઓ સામે આતંકવાદ ફેલાવવાના કેસ કરવા માંડ્યા છે.

અમેરિકાના વર્જિનિયા શહેરમાં એક વ્યક્તિ દુકાનમાંથી સામાન ખરીદયા બાદ હંગામો કરી રહ્યો હતો. જેના પગલે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ સાથે પણ તે ભીડાઈ ગયો હતો.તેણે પોલીસને ધમકી આપી હતી કે, હું તમારા પર છીંક ખાવા જઈ રહ્યો છે. પોલીસે તત જ તેની સામે આતંક ફેલાવવાનો કેસ દાખલ કરી દીધો હતો.

(6:51 pm IST)