દેશ-વિદેશ
News of Wednesday, 10th February 2021

ઓએમજી...... કોરોનાના નિયમ તોડવા પર આ દેશમાં મળે છે આટલી મોટી સજા

નવી દિલ્હી: બ્રિટેને Corona ના નિયમનો ભંગ કરનારા લોકો પર 10,000 પાઉન્ડ (લગભગ 10 લાખ રૂપિયા) સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની દરખાસ્ત કરી છે, જ્યાં કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ફેલાવાની શક્યતા છે ત્યાં આવા કડક નિયમો લાગુ કર્યા છે. સંસદના નીચલા ગૃહ, House of commansમાં આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે નવા નિયમો વિશે માહિતી આપી હતી, જે આવતા સોમવારથી લાગુ થશે.

              આ નિયમોમાં બહારથી આવતા લોકો માટે એક 1750 પાઉન્ડનું પેકેજ પણ શામેલ છે જેમનું બુકિંગ પહેલા જ કરાવવું પડે છે. જેમાં હોટેલમાં રહેવાનું, આવવા-જવાનું અને ફરજિયાત બે RTPCR Testનો ખર્ચ શામેલ છે. હેનકોકે જણાવ્યું કે બહારથી આવતા લોકોએ દસ દિવસ સુધી Quarantine રહેવું પડશે તેમજ Quarantineના બીજા અને આઠમાં દિવસે RTPCR TEST પણ ફરજિયાત કરાવવું પડશે. અને જો રિપોર્ટ તેમ પોઝિટવ આવ્યો હોય તેમણે ફરજિયાત પણે 10 દિવસ સુધી કવોરનટાઈન થવું પડશે. અને બ્રિટેનમાં પ્રવેશ મેળવતા પહેલા કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

(5:27 pm IST)