દેશ-વિદેશ
News of Wednesday, 10th February 2021

કેલિફોર્નિયામાં 45 વર્ષ જુના આ કોમ્પ્યુટરની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: કોઇ તમને કહે કે એક 45 વર્ષ જૂનું કોમ્યુટર છે અને તે 11 કરોડ રુપિયામાં વેચાઇ રહ્યું છે. આ વાત સાંભળ્યા બાદ દરેક વ્યક્તિને વિચાર કરશે કે આ કોમ્પ્યુટરની અંદર એવું તો શું હશે કે લોકો તેને કરોડો રુપિયમાં ખરીદવા માટે તૈયાર છે? કેલિફોર્નિયાની પ્રખ્યાત કંપની એપલ, એ કંપની જેની વસ્તુઓ લેવી એ બધા માટે સપના સમાન હોય છે. આ કોમ્પ્યુટર પણ એપલ કંપનીનું જ છે. જેને એપલના દિવંગત કો ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. વર્તમાન સમયે એપલનું એક કોમ્પ્યુટર એક ઓનલાઇન શોપિંગ સાઇટ પર વેચાણ માટે મુકવામાં આવ્યું છે. જેની કિંમત 11 કરોડ આસપાસ રાખવામાં આવી છે. આ કોમ્પ્યુટરને પલના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વૉજનિએક બંનેએ સાથે મળીને 1976ના વર્ષમાં બનાવ્યું હતું. ખાસ વાત તો છે કે આ કોમ્પ્યુટર હજુ પણ ચાલુ છે. જે વ્યક્તિ આ કોમ્પ્યુટર વેચી રહ્યો છે તે બીજો માલિક છે, જેણે તેને 1978માં કોમ્પ્યુટરના સલી માલિક પાસેથી ખરીદ્યુ હતું. એપલ કંપની દ્વારા ગ્રાહકોને વેચવામાં આવેલી આ પહેલી પ્રોડક્ટ હતી. જ્યારે આ કોમ્પ્યુટર લોન્ચ થયું ત્યારે તેની કિંમત 666.66 ડોલર (અંદાજે 48,600 રુપિયા) રાખવામાં આવી હતી.

(5:26 pm IST)