દેશ-વિદેશ
News of Wednesday, 10th February 2021

ઓએમજી..... આ 12 વર્ષીય બાળકે શેર બજારમાં લગાવ્યા પૈસા:મળ્યો 43 ટકા નફો

નવી દિલ્હી: સામાન્ય રીતે નાના બાળકો ચોકલેટ કે રમકડાં માટે જીદ કરતા હોય છે પરંતું સાઉથ કોરિયાના એક 12 વર્ષના બાળકે પોતાની માતા પાસે રિટેલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવાની જીદ કરીને, એટલું જ નહી એ બાળકે તેના માતા-પિતાને 16 લાખ રૂપિયા શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવા માટે રાજી કરી લીધાં. આ બાળકે એક વર્ષમાં અંદાજે 43% નફો મેળવ્યો.

            આ બાળકનું નામ ક્વન જુન છે. જે સાઉથ કોરિયાનો છે, તેની ઈચ્છા વોરન બફેટ બનવાની છે. ક્વન જુન મેમરી ચિપ બનાવતી દુનિયાની મોટી કંપનીઓમાં પોતાના પૈસા લગાવ્યા, તેણે જણાવ્યું કે તે લાંબાગાળા માટે ઈન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરી રહ્યો છે. તે 10 થી 12 વર્ષ માટે પૈસા લગાવી રહ્યો છે જેથી વધારેમાં વધારે કમાણી કરી શકે.

ઉલ્લેખનિય છે કે, ક્વન જુન આટલી નાની ઉંમકમાં ટ્રેડિંગ કરનારો એકલો બાળક નથી. કોરોના મહામારી દરમિયાન ક્વનની જેમ ઘણી મોટી સંખ્યામાં નાની ઉંમરમાં બાળકોએ પૈસા લગાવવાના શરૂ કરી દીધાં છે.

(5:25 pm IST)