દેશ-વિદેશ
News of Wednesday, 10th February 2021

તાંઝાનિયામાં કોરોનાના કહેર વચ્ચે નવી બીમારી જોવા મળી હોવાનો દાવો:માત્ર એક ઉલ્ટીથી થઇ જાય છે લોકોનું મોત

નવી દિલ્હી: કોરોના વચ્ચે એક રહસ્યમય બિમારીએ ટાન્ઝાનિયામાં દસ્તક દીધી છે. આ અજાણી બિમારીની ચપેટમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 50થી વધારે લોકો આ બિમારીથી પીડિત છે. આ અજાણી બિમારીમાં દર્દીને લોહીની ઉલ્ટી થાય છે અને પછી તેનું મોત થઈ જાય છે. આ બિમારીનો ખુલાસો કર્યો તે મેડિકલ ઓફિસરને સરકારે સસ્પેન્ડ કરી દીધાં છે. ટાન્ઝાનિયાના મેડિકલ ઓફિસર કિંસાદૂએ જણાવ્યું કે, તેમની પાસે સંક્રમણની તપાસ કરવા માટે જે બ્લડ સેમ્પલ હતા તેના આધાર પર તે એ નિષ્કર્ષ પર પહોંચી હતી.

          જ્યારે ટાન્ઝાનિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કોઈ મહામારી કે સંક્રમણના પ્રકોપથી ઈનકાર કરી દીધો. મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, લોકો વચ્ચે અનાવશ્યક ડર ઉભો કરવા માટે કિસાંદૂને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર કિસાંદૂએ જણાવ્યું કે, આ અજાણી બિમારીથી મોટાભાગે પુરુષો પીડિત છે. તેમને પેટ અને અલ્સરની તકલીફ થઈ અને વધારે હાર્ડ ડ્રિંક, સિગરેટ નહી પીવા માટે કહેવામાં આવ્યું હતું.

(5:25 pm IST)