દેશ-વિદેશ
News of Wednesday, 10th February 2021

માનવ સ્પર્શ પણ અનુભવી શકશે રોબોટ

કોર્નેલ યુનિવર્સિટીના રિસચરોના દાવા અનુસાર માણસો સાથે સંવાદ કરવામાં પણ સક્ષમ

ન્યુયોર્ક,તા. ૧૦ : સોફટ રોબોટ માનવીય લાગણીઓના સંપર્ક નથી હોતા પણ માનવ સ્પર્શને અનુભવવાની બાબતમાં આગળ વધી રહ્યા છે.

કોર્નેલ યુનિવર્સિટીના રીસર્ચરોએ સોફટ રોબોટો માટે ઓછી કિંમતની એક એવી ટેકનીક વિકસીત કરી છે. જેમાં થપથપાવવાથી માંડીને મુક્કા સુધીના શારીરીક ઇન્ટરએકશનની એક શ્રેણીની ખબર સ્પર્શ પર નિર્ભર રહ્યા વગર ખબર પડી જશે.

રોબોટની અંદર રહેલ એક યુએસબી કેમેરા રોબોટની ત્વચા પર હાથના ઇશારાની છાયાની ચાલ પકડી લે છે અને તેને મશીન -લર્નીંગ સોફટવેર સાથે વર્ગીકૃત કરે છે. આ ટેકનીક વિકસીત કરવામાં પીએચડી ના વિદ્યાર્થી યુહન હુનો હાથ છે. નવો શેડોવિઝન  ટેકનીક માનવ -રોબોટ સહયોગ અને કમ્પેનીયનશીપ લેબની નવામાં નવી પરિયોજના છે. રિસર્ચરોએ તંત્રિકા નેટવર્ક આધારિત એલ્ગોરીધમ વિકસીત કર્યું જે પહેલાથી રેકોર્ડ પ્રશિક્ષણ ડેટાનો ઉપયોગ છ સ્પર્શ ઇશારાઓ વચ્ચેનો ફરક જાણવા માટે કરે છે જેમ કે હથેળીને સ્પર્શવુ અથવા મુક્કો મારવો. પરિક્ષણ દરમ્યાન આ ટેકનીકના ૯૬ ટકા જેટલા સફળ પરિણામો મળ્યા હતા.

(3:57 pm IST)