દેશ-વિદેશ
News of Saturday, 10th February 2018

અમેરિકન લીડર નેન્સી પેલોસીએ આપ્યું ૮ કલાક ૭ મિનિટનું સૌથી લાંબું ભાષણ

વોશીંગ્ટન તા. ૧૦: અમેરિકાની ડેમોક્રેડિટ પાર્ટીનાં લીડર નેન્સી પેલોસીએ બુધવારે હાઉસમાં સૌથી લાંબું ભાષણ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાંનો રેકોર્ડ ભારતીય રાજનેતા અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન વી. કે. કૃષ્ણ મેનના નામે હતો. તેમણે ૧૯પ૭ના જાન્યુઆરી મહિનામાં સંયુકત રાષ્ટ્રમાં કાશ્મીરના મુદા પર સાત કલાક લગાતાર ભાષણ આપ્યું હતું. ૭૮ વર્ષનાં નેન્સીએ વોશિંગ્ટનના સમય મુજબ સવારે ૧૦.૦૪ વાગ્યે બોલવાનું શરૂ કરેલું અને સાંજે છ વાગ્યા સુધી લગાતાર ભાષણ ચાલ્યું હતું. ભાષણની કુલ અવધિ આઠ કલાક અને સાત મિનિટની નોંધાઇ છે.

(2:53 pm IST)