દેશ-વિદેશ
News of Saturday, 10th February 2018

બાળકને હવામાં ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી મગજમાં ઇજા થઇ શકે છે

લંડન : નવજાત શિશુને રમાડતી વખતે આપણે તેને હાથમાં ઉઠાવીને વહાલથી હલબલાવતા હોઇએ છીએ. જો કે આપણો આ પ્રેમ અને વહાલ બાળકના મગજને નુકસાન કરી શકે એમ છે. બે વર્ષથી નાની વયના બાળકોને જોરશોરથી ઉછાળીને કે હલબલાવીને રમાડવાથી તેના મગજની અંદર ગંભીર ઇજા થઇ શકે છે જેનો એ વખતે કદાચ અંદાજ પણ નથી આવતો પરંતુ લાંબાગાળે એની અત્યંત ખરાબ અસરો પડે છે. આ સમસ્યાને શેકન બેબી સિન્ડ્રોમ કહેવાય છે. માલીશ કરતી વખતે પણ માથામાં જોરથી થપાટ ન વાગી જાય એનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. બે વર્ષથી નાની વયના બાળકોમાં મગજને આવી ઇન્જરી થઇ જાય તો એનાથી નબળી યાદશકિત નબળી સમજશકિત, મંદબુદ્ધિ, ધીમો માનસિક વિકાસ અને ગંભીર કેસમાં લકવો પણ પડી શકે છે.

(2:07 pm IST)