દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

નાઇજીરિયામાં પાવર બેન્ક સાથે રાખી સૂવું યુવતીને ભારે પડયું

નવી દિલ્હી: મોબાઈલ ફોન ચાર કરવા માટે આજે દરેક વ્યક્તિ મોટાભાગે પાવર બેન્કનો ઉપયોગ કરવા લાગ્યા છે કારણ કે આ માધ્યમથી ફોન ઝડપથી ચાર્જ થઇ જાય છે પરંતુ ખુબજ ઓછા લોકો એવા છે જે જાણે છે કે પાવર બેન્ક તમારો જીવ પણ લઇ શકે છે.નાઇજીરિયામાં એક યુવતી પોતાનો પાવર બેન્ક ચાર્જ કરતી વેળાએ છાતી પર રાખીને સુઈ ગઈ અને ઓવરહીટ થઇ જતા તેમની ચામડી દાજી ગઈ અને વીજળીનો કરંટ લાગતા નીંદરમાંજ તે મોતને ભેટી છે.

(5:19 pm IST)