દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

બેંકોકમાં ટ્રેનની હડફેટે સ્ટેશન પર સેલ્ફી લઇ રહેલ મહિલાનું મોત

નવી દિલ્હી: થાઈલેન્ડમાં રેલવે ટ્રેક પર પોતાના મિત્રો સાથે સેલ્ફી લેતી વેળાએ ટ્રેનની હડફેટે આવી જતા એક 24 વર્ષીય મહિલા મોતને ભેટી છે સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સૈમસાન રેલવે સ્ટેશન પર આજે બનેલ એક ઘટનામાં મહિલા મોતને ભેટી છે ગંભીર રીતે થયેલ આ અકસ્માતમાં મહિલાના પગ કપાઈ ગયા હતા અને ત્યારબાદ તેને સારવાર અર્થે લઇ જવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

(7:05 pm IST)