દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

સાયન્ટીસ્ટોનો દાવોઃ મેકડોનલ્ડસની ફ્રેન્ચ ફ્રાઇસથી

વાળ ખરવાની સમસ્યા બંધ થઇ શકે છે

મેકડોનલ્ડસનું ફુડ જન્ક અને ફાસ્ટ ફુડની કેટેગરીમાં આવતુ હોવાથી એને હેલ્ધી માનવામાં નથી આવતુ, પરંતુ જો તમને એ બહુ ભાવતુ હોય તો કેટલાક વૈજ્ઞાનિકોએ ભાવતુ હતુ અને વૈજ્ઞાનિકોએ કારણ આપ્યુ છે. જપાનની યોકોહામા નેશનલ યુનિવર્સિટીના રિસર્ચરનું કહેવુ છે કે મેકડોનલ્ડસની ફ્રેન્ચ ફાઇસ ખાવાથી એ તમારા વાળ ખરવાની સમસ્યા ઘટાડી શકે છે. યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા ખુબ વધારે છે એવા સમયે જેપનીઝ સાયન્ટિસ્ટનું કહેવુ છે કે આ ફાઇસમાં જે કેમીકલ કોમ્બિનેશન પેદા થાય છે એનાથી વાળનો રીગ્રોથ થવામાં મદદરૂપ બને છે. આ કેમીકલ છે ડીમિથાઇલ પોલીસીલોકસેન. ખાસ કરીને મેકડોનલ્ડસની ફ્રેન્ચ ફાઇસમાં કેમીકલ ખુબ મોટી માત્રામાં વપરાય છે. એ વાળ ઉગાડવાના કામમાં પણ ઉપયોગી છે. ફ્રાઇસ ક્રિસ્પી બને એ માટે આ કેમીકલ વપરાય છે. અભ્યાસકર્તાઓએ ઉંદરો પર પ્રયોગ કરીને આ કેમીકલની અસરકારતા પુરવાર કરી છે.

 

(4:48 pm IST)