દેશ-વિદેશ
News of Friday, 9th February 2018

ઉંઘથી પુરૂષો કરતા સ્ત્રીને થાય છે વધુ ફાયદો, પુરૂષોને નેપથી થાય છે ફાયદો

નવા સંશોધનમાં જાણવા મળ્યું શોકિંગ તથ્ય

મ્યુનિક તા. ૯ : આપણે પૂરતી ઉંઘ લેવાના ફાયદા અને ગેરફાયદા અંગે ઘણી જગ્યાએ વાંચીએ છીએ અને સાંબળીએ પણ છીએ. જોકે તાજેતરમાં થયેલા રીસર્ચ મુજબ પુરુષને પૂરતી ઉંઘનો કોઈ ખાસ ફાયદો નથી મળતો જે સ્ત્રીઓને મળે છે. સ્ત્રીમાં પૂરતી ઉંઘથી બુદ્ઘીમત્તા વિકસે છે.

મ્યુનિકમાં આવેલ મેકસ પ્લાન્ક ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકોએ એક સંશોધન દરમિયાન જાણ્યું કે પુરુષોને નાના શોર્ટ નેપ લેવાથી ફાયદો થાય છે. જયારે સ્ત્રીને એક આખી ઉંઘ લેવી પડે છે. આ સંશોધનમાં જોવામાં આવ્યું કે વ્યકિતની સુવાની આદતના કારણે તેની બુદ્ઘીમત્ત્।ા પર શું અસર પડે છે.

આ સંશોધન માટે ૧૬૦ જેટલા એડલ્ટ્સ પર રીસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં રીસર્ચર્સે દરેકની સ્લીપિંગ પેટર્નનો અભ્યાસ કર્યો હતો. અને તેના દ્વારા જાણ્યું હતું કે સૂવાની જુદી જુદી રીતથી જે તે વ્યકિતના મગજ પર તેની કેવી અસર પડે છે.

જેમાં વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે સૂવાના નિશ્ચિત પ્રકારના કારણે સ્ત્રીઓમાં તેની અસર સીધી હાયર IQ સ્વરુપે જોવા મળે છે. જયારે પણ સ્ત્રી સ્વપ્ન વગરની ગાઢ ઉંઘ કરે છે ત્યારે તેના મગજ પર સીધી અસર પડે છે અને બુદ્ઘીમત્તા વધુ શાર્પ બને છે. જયારે પુરુષોમાં આવો કોઈ ફરક જોવા મળ્યો નહોતો.

જોકે આશ્ચર્યની વાત એ છે કે ઉંઘ દરમિયાન સ્ત્રી અને પુરુષના બ્રેઇનની એકિટવિટી તપાસવામાં આવતા જે ગાઢ ઉંઘ દરમિયાન સ્ત્રીના બ્રેઇનમાં જોવા મળતી હતી તેવી જ એકિટવિટી પુરુષો જયારે નેપ એટલે કે ઝોંકા ખાય છે ત્યારે તેમના બ્રેઇનમાં જોવા મળે છે.

પ્રોફેસર માર્ટિન ડ્રેસલરે કહ્યું કે, 'અમારા રીઝલ્ટ પરથી ખબર પડે છે કે અત્યાર સુધી આપણે જે રીતે ઉંઘ અને તેના ફાયદા અંગે વિચારતા હતા તેના કરતા તો કયાંય વધારે કોમ્પ્લેકસ ગણિત છે. તેમાં એકથી વધુ પાસા એકબીજા સાથે ગોઠવાયેલા છે.'

આ અંગે વધુને વધુ લોકોને આવરી લેતો બીજો અભ્યાસ પણ કરવામાં આવશે. જેમાં અમને ચોક્કસ આશા છે કે આ અંગે બીજા પણ નવા ચમત્કારીક પરિણામો મળશે. સંશોધનના બીજા તબક્કામાં દરેક વ્યકિતની સ્લિપિંગ પેટર્ન અંગે અભ્યાસ કરવામાં આવશે.(૨૧.૨૫)

(4:46 pm IST)