દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

આફ્રિકી દેશ અંગોલામાં ભારે વરસાદના કારણોસર 41 લોકોના મૃત્યુ: મોટા પ્રમાણમાં નુકશાની

નવી દિલ્હી: આફ્રિકી દેશ અંગોલામાં અઠવાડિયા સુધી ચાલી રહેલ ભારે વરસાદના કારણોસર 41 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે અને તેના કારણોસર પણ ભારે નુકશાન થયું હોવાનું માલુમ પડી રહ્યું છે. ગૃહ મંત્રી યુજેનીયો સેંજર લેબિરિહ્નો દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા આયોગની પ્રથમ બેઠક પછી મંત્રીએ જણાવ્યું છે કે દેશમાં હાલમાં ચાલી રહેલ ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આધારભુત સંરચનાઓ તેમજ ઘણી બધી બિલ્ડીંગોને ભારે નુકશાન પહોંચ્યું છે.

(6:22 pm IST)