દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

૬૮ વર્ષના અગાધ પ્રેમભર્યા લગ્ન પછી હાથમાં હાથ પકડીને આ યુગલ સાથે સ્વર્ગ સિધાવ્યું

ન્યુયોર્ક,તા.૧૦: લગ્ન એ સાત જન્મનો સાથ મનાય છે, પણ મોટા ભાગે પતિ-પત્ની સાચો સાથ નિભાવે એવું ભાગ્યે જ બનતું હોય છે. પત્ની પતિની સાથે જ સ્વર્ગે સિધાવે તો તેને ભારતમાં સદાસુહાગન ગણવામાં આવે છે. જોકે અમેરિકાના ઓહાયોમાં રહેતા આ યુગલનાં લગ્નને ૬૪ કરતાં વધુ વર્ષ વીત્યા બાદ ૮૮ વર્ષના બિલ શફ્રાથ અને તેમનાં ૮૫ વર્ષનાં પત્ની નેન્સી મૃત્યુ પામ્યાં હતાં અને બન્નેનાં મોત વચ્ચે માત્ર ચાર કલાકનું અંતર રહ્યું હતું. વયસ્ક હોવાને કારણે તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ઘાશ્રમમાં રહેતાં હતાં.

જીવનનાં અંતિમ અઠવાડિયાંઓમાં તો દંપતી પથારીમાંથી ઊઠીને હરીફરી શકે એમ પણ ન હોવાથી તેમના પલંગ રૂમની વચ્ચે બાજુબાજુમાં જ રાખવામાં આવ્યા હતા જેથી બન્ને એકમેકનો હાથ પકડીને સાથે રહી શકે. દંપતીને બાળકો નહોતાં, પરંતુ બિલનાં ૧૧ ભાઈ-બહેન અને તેમનો પરિવાર મળીને લગભગ ૨૦૦ લોકો તેમની સાથે હતાં.

(3:38 pm IST)