દેશ-વિદેશ
News of Friday, 10th January 2020

તંદુરસ્ત જીવનશૈલી અપનાવી તમે કેટલુ લાંબુ જીવી શકો? : વૈજ્ઞાનિકોનું તારણ

લંડન, તા. ૯ : એક પછી એક તારણો આવી રહ્યા છે કે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી, યોગ્ય આહાર, ધુમ્રપાનનો ત્યાગ, વજનને કાબુમાં રાખી, આલ્કોહોલ - દારૂનો ત્યાગ કરી તમે વધુ વર્ષો જીવી શકો છો. હાર્ટ હૃદયરોગ, ડાયાબીટીસ અને કેન્સરથી પણ આસાનીથી બચી શકો છો. આ પરિણામ તબક્કાવાર વર્ષો સુધી જુદા જુદા ઈન્સ્ટીટ્યુટ દ્વારા અને સાયન્ટીસ્ટો દ્વારા થયેલા પરિણામોને અંતે થયેલુ છે. ૨૦૧૮ના સ્ટડીમાં આંતર રાષ્ટ્રીય રિસર્ચર ગ્રુપ કે જેઓ હાવર્ડ ટીએચ ચેન સ્કુલ ઓફ પબ્લીક હેલ્થ ફાઉન્ડના રિસર્ચમાં બહાર આવ્યુ કે તમારી પાંચ આદતો પુરૂષોને ૧૪ વર્ષ તો પુરૂષોને ૧૨ વર્ષ વધુ જીવાડી શકે છે. 

આ આદતો અપનાવો

 તમારા ખોરાકમાં ઓછી ચરબી ડિશોને સમાવો અને ફળ-ફળાદી, શાકભાજીને  વધુ પ્રાધાન્ય આપો.

 અઠવાડીયા દરમિયાન હળવાથી જોશીલા લેવલ સુધીની કસરતો કલાકો સુધી કરો.

 તમારી ઉંમર પ્રમાણે વજનને કાબુમાં રાખો.

 ધુમ્રપાનને તિલાંજલી આપો. જો આલ્કોહોલના શોખીન હોય તો મહિલાઓ દિવસભર એક ડ્રીંક અને પુરૂષો દિવસ દરમિયાન વધુમાં વધુ બે ડ્રીંક લેશે તો તેમની તબિયત ટનાટન રહેશે અને તેઓ વર્ષો સુધી તંદુરસ્ત જીવન જીવી શકશે એટલુ જ નહિં તંદુરસ્ત લાઈફ સ્ટાઈલ તેમને રોગમુકત જીવન આપવાની સાથે સાથે ૫૦ વર્ષની ઉંમર પછી ૧૦થી વધુ વર્ષ સ્ત્રીઓ અને પુરૂષો ૮૦ વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવી શકશે.

(12:57 pm IST)