દેશ-વિદેશ
News of Monday, 9th December 2019

ફિનલેન્ડના સના મરીન વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન બન્યાઃ ઉંમર માત્ર ૩૪ વર્ષ

હેલસિંકીઃ ફિનલેન્ડની સોશ્યલ ડેમોક્રેટ પાર્ટીએ રવિવારે વડાપ્રધાન પદ માટે ૩૪ વર્ષીય માર્ગ મંત્રી સના મરીનની જાહેરાત કરી છે. તેની સાથે તેઓ સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે. તેમણ એન્ટી રીનેનું સ્થાન લીધુ હતુ. રિનેએ પોસ્ટ હડતાલથી નિપટવા માટે ગઠબંધન સહયોગી સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ખોઈ બેસતા મંગળવારે રાજીનામુ ધરી દીધુ હતુ. ફીનલેન્ડના અખબાર મુજબ ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જૈકીંડા ૩૯, યુક્રેનના ઓલેકસી ૩૫ અને ઉતર કોરીયાના કિમજોંગઉન ૩૫ વર્ષના છે. એટલે સના વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે.

(3:42 pm IST)