દેશ-વિદેશ
News of Saturday, 9th December 2017

પેરૂના સક્રિય જ્વાળામુખી પર દોરડું બાંધીને ચાલવાનો વર્લ્ડ રેકોર્ડ

બર્લિન તા.૯: દરિયાની પાટીથી ૧૮,૭૦૦ ફુટ ઊંચે પેરૂના અલ મિસ્ટી નામના સક્રિય જવાળામુખીની ઉપર દોરડૂં બાંધીને એના પર ચાલવાનો રેકોર્ડ જર્મનીના જાંબાઝ લુકાસ ઇર્મરે બનાવ્યો છે. જવાળામુખીનો લાવા નીચે ધગધગતો હોય અને એના ઉપર દોરડા પર એકાગ્રતા સાથે ૪૭૦ યાર્ડ જેટલું અંતર પાર કરવાનું કામ ખરેખર ડેરિંગ માગી લે એવું છે. આ સ્ટન્ટને પાર પાડવા માટે લુકાસની સાથે તેના બે દોસ્તો મારિયાનો બ્રેસિઆ અને જુલ્યર એગુલઝની મદદ પણ મળી હતી. ત્રણેય જાંબાઝો પેરૂના સૌથી ઊંચા અલ મિસ્ટી જવાળામુખીના મુખ સુધી પહોંચ્યા હતા. ત્યાં ૪૭૦ યાર્ડની સ્લેકલાઇન બાંધીને તૈયાર કરી હતી. આટલી ઊંચાઇએ જ્વાળામુખી પર ચાલવાના કારનામાએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.(૧.૯)

 

(3:54 pm IST)