દેશ-વિદેશ
News of Monday, 9th November 2020

મધ્ય અમેરિકામાં ત્રાટકેલા વાવાઝોડાએ 12 લોકોનો ભોગ લીધો:100 હજુ સુધી લાપતા

નવી દિલ્હી: અત્યંત શક્તિશાળી વાવાઝોડા ઇટાએ ક્યુબા પર કેર વરસાવ્યો હતો અને હવે તે ફલોરિડા તરફ ખસી રહ્યો હતો એમ હવામાન ખાતાએ કહ્યું હતું.જો કે તેની પહેંલા મધ્ય અમેરિકામાં વાવાઝોડાના કારણે એક ડઝન જેટલા માણસો માર્યા ગયા હતા અને એક સો હજુ પણ લાપતા હતા. ઇટા વાવાઝોડું ક્યુબામાં સ્થિર થયું હતું, પણ ગ્વાટેમાલામાં હજુ પણ શોધખોળ જારી હતી.

           ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડતાં કેટલાક લોકો તેમાં દટાયા હોવાનો ભય સેવાઇ રહ્યો હતો. યુએસ નેશનલ હરિકેન સેન્ટરે દક્ષિણ ફલોરિડામાં ટ્રોપિકલ સ્ટ્રોમની ચેતવણી આપી હતી. ઉપરાંત મધ્ય ક્યુબા તેમજ દક્ષિણ ફલોરિડાના કેટલાક વિસ્તારોમાં પણ લોકોને સાવધ રહેવા કહેવામાં આવ્યું હતું. હરિકેન સેન્ટરે કહ્યું હતું કે ઇટા વાવાઝોડું રવિવારે ક્યુબાના કામાગુવેથી 145 કિમી દૂર સ્થિર થયું હતું.

(5:49 pm IST)