દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

આજથી 30વર્ષ પહેલા કરાઈ હતી બર્લિનની દીવાલ ધ્વસ્ત: ઇતિહાસના પન્ના પર નોંધાઈ ગઈ આ ઐતીહાસિક ઘટના

નવી દિલ્હી :9 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક દ્રષ્ટીએ ખુબ ખાસ છે. હિસાબે પણ ખાસ છે કેમકે દિવસે ભારતના સુપ્રીમ કોર્ટે વર્ષો જુના અયોધ્યા મામલા પર પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ત્યારે 30 વર્ષ પહેલા આજના દિવસે એટલે કે 9 નવેમ્બર 1989 બર્લિનની દીવાલને ધ્વસ્ત કરી દેવાઇ હતી. ઐતિહાસિક ઘટના ઇતિહાસના પન્ના પર નોધાઇ ગઇ.

                             બર્લિનની દીવાલનું નિર્માણ 13 ઓગસ્ટ 1961 થયું હતું. દીવાલને બનાવવા પાછળ બે મોટા હેતુ હતા. પહેલો હેતુ ઘણા દેશો દ્વારા પશ્ચિમી જર્મનીથી પૂર્વ જર્મનીની થઇ રહેલી જાસૂસીને બંધ કરવી, તથા બીજો હેતુ તે સમયે થઇ રહેલા પલાયન પર પ્રતિબંધ લગાવો. વાત એમ છે કે, લોકોના પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની તરફ પલાયન કરવાની અસર અહીંના ઉદ્યોગ-ધંધા પર પડી રહ્યા હતા. તેને રોકવા માટે સત્તાધારી કોમ્પ્યૂનિસ્ટ પાર્ટીએ દીવાલનું નિર્માણ કરાવ્યું હતું. શીત યુદ્ધનો સમય હતો.

(5:54 pm IST)