દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

પૂર્વી ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં એક જંગલમાં ભીષણ આગ ભભૂકતા અફડાતફડી: 150થી વધારે ઘર બળીને ખાખ

નવી દિલ્હી: પૂર્વી ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં એક જંગલમાં ભીષણ આગ ભભૂકી હોવાની માહિતી મળી રહી છે ભીષણ આગના કારણે 150થી વધારે ઘરને ઇજા પહોંચી છે અને દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે તેમજ અન્ય સાત હજુ સુધી લાપતા હોવાની માહિતી મળી રહી છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બચાવકર્મીઓને વાતની જાણકારી મળતા તે તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવા માટેની કામગિરી શરૂ કરી દીધી હતી. દુર્ઘટનામાં 30થી વધારે લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ 150થી વધારે ઘર આગની ઝપેટમાં આવી ગયા છે.

(5:54 pm IST)