દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

દાઢી રાખનાર પુરૂષો સ્‍કીન કેન્‍સર સહિતના રોગોથી બચે છે

શું તમે દાઢી રાખવાનું પસંદ કરો છો? પણ દાઢી રાખવાથી સ્કીન પર થતી સમસ્યાઓથી પરેરાશ છો તો આ ખબર તમારા કામની છે. અત્યારે દાઢી રાખવાની ફેશન થયાવત છે. શું તમને ખબર છે કે ચહેરા પર દાઢી રાખવાથી ચામડીની અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. દાઢીના આ ફાયદા વાંચીને કદાચ તમે પણ દાઢી રાખવાનું શરૂ કરી દેશો.

સ્કીન કેન્સરથી બચાવઃ સૂરજથી નીકળતી અલ્ટ્રાવૉયલેટ રેન્જને દાઢી સરળતાથી રોકી લે છે. આમ તો સૂરતથી નીકળતી કિરણો સીધા તમારા ચહેરા પર પડે છે. પણ બિયર્ડ લૂક રાખવાથી આ ખરાબ કિરણોને તમારા ચહેરાની પાર સીધી રીતે નથી પડતી. આ કારણે તમારા સ્કીન કેન્સરની સંભાવના ઓછી થાય છે.

અસ્થમા અને એલર્જી : જો તમને અસ્થમા કે એલર્જી છે તો દાઢીના વાળ તેને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તે સ્કીન પર એલર્જીને થતી રોકે છે. અને તેનાથી તમારી સ્કીનને કોઇ પરેશાની નથી થતી.

ચહેરા પર ગ્લો : દાઢી રાખનાર લોકો બીજા લોકોની તુલનામાં વધુ યંગ રહે છે. ચહેરા પર તમારી સ્કીનને સીધી રીતે સૂર્યના કિરણો નથી પડતા. અને આથી તમારા ચહેરા પર ગ્લો બની રહે છે.

દાઢીના ફાયદા : વળી દાઢીવાળા પુરુષો પ્રત્યે સ્ત્રી વધુ જલ્દીથી આકર્ષિત થાય છે. આમ જો તમારી દાઢી હોય તો તમે છોકરીઓની નજરમાં જલ્દી આવશો. અને તમારા લગ્ન થવાના ચાન્સ વધી શકે છે. તો આ છે દાઢી રાખવાના ફાયદા.

(4:53 pm IST)