દેશ-વિદેશ
News of Saturday, 9th November 2019

દીકરાને ગણિતનો દાખલો સમજાવતા મમ્મીને હાર્ટઅટેક આવી ગયો

બીજીંગ તા. ૯ :.. જેમને માટે ગણિત ગમતીલો વિષય ન હોય તેને દાખલા સોલ્વ કરવાનું માથાના દુખાવા સમાન લાગે, પણ ગણિતને લીધે કોઇને હાર્ટ-અટેક આવે એ તો માન્યામાં ન આવે એવી વાત છે. બાળકોને ભણાવવું એ આમ પણ ઘણું કપરું કામ છે અને એમાં પણ જો કોઇ એક વાત તેના ભેજામાં ઊતરી જ ન રહી હોય તો શીખવનારનો પારો ઊંચે ચડે એમાં બેમત નથી. જો કે ચીનમાં વેન્ગ નામની મહિલા તેના ૯ વર્ષના પુત્રને ગણિતનો એક દાખલો સમજાવી રહી હતી, પણ દીકરાના ભેજામાં દાખલો બેસતો જ નહોતો. દાખલો સમજાવતી વખતે વેન્ગ એટલી બધી ઉશ્કેરાઇ ગઇ કે તેને છાતીમાં દુખવા માંડયું. વેન્ગને તરત જ ખ્યાલ આવી ગયો કે પોતાને કોઇ ગંભીર તકલીફ થઇ રહી છે. તેણે તરત જ પતિને ફોન કરીને બોલાવી લીધો. પતિ વેન્ગને હોસ્પિટલ લઇ ગયો, તેને હાર્ટ-અટેક આવ્યો હોવાનું નિદાન થયંુ હતું. ડોકટરોએ કહયું કે જો જરાય મોડું થયું હોત તો હાર્ટ-ફેલ્યરનું જોખમ હતું.

એ યાદ રાખવું ઘટે કે નિષ્ફળતાને પગલે સર્જાતી હતાશા કે નિરાશા અને ગુસ્સો હાર્ટ-અટેકનું કારણ બની શકે છે.

(3:28 pm IST)