દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

આ વૃક્ષ આપાવે છે નરસંહારની કહાનીની યાદ: વાંચીને સહુ કોઈને આંખમાં આવી જશે આંસુ

નવી દિલ્હી: ગુરુદ્વારાથી નનકાના સાહેબમાં શાહિદ સિંહોની યાદીમાં ઉગાડવામાં આવેલ એક વૃક્ષના દર્શન કરીને 20 ફેબ્રુઆરી 1921ના સાકા નરસંહારની યાદ તાજી થઇ જાય તેમ છે અને તેના ઇતિહાસને વાંચીને આંખ ભીની થઇ જાય તેવી આ કહાની છે. આ સંબંધે મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પંજાબ પર અંગ્રેજોનો કબ્જો હોવા પછી મહંતોએ અંગ્રેજો સાથે મળીને નનકાના સાહેબ પર કબ્જો કરીને બાળજબરાઈ શરૂ કરી દીધી હતી અને આ વાતની જયારે સિંહોને ખબર પડી તો તેમને નનકાના સાહેબને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો નિર્ણય કર્યો અને તેમાં આ સિંહો શાહિદ થઇ જતા તેમની યાદમાં આ વૃક્ષ ઉગાડવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે આ સિંહોને વૃક્ષ પર ઊંધા લટકાવીને જીવતા સળગાવી દઈને તેમને શહીદ કરવામાં આવ્યા હતા. આજે પણ આ વૃક્ષને જોઈને સહુ કોઈને આંખમાં પાણી આવી જાય તેવી આ ઘટના છે.

(6:35 pm IST)