News of Friday, 8th November 2019
હોંગકોંગમાં પ્રદર્શન દરમ્યાન નીચે પડતા એક વિદ્યાર્થીનું મૃત્યુ
નવી દિલ્હી: હોંગકોંગમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન દરમ્યાન એક કારના પાર્કિંગની ઉપરની છત ધરાશાયી થવાના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ એક વિદ્યાર્થીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોવાનું માલુમ પડી રહ્યું છે આ ઘટનાક્રમ છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલ છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કવિન એલિઝાબેથ હોસ્પિટલે શુક્રવારના રોજ આંઠ વાગ્યાને દસ મિનિટની આસપાસ આ વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર આપ્યા હતા આ વિદ્યાર્થી યુનિવર્સીટી ઓફ સાયસ એન્ડ ટેક્નોલોજીમાં કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સ્નાતક કરી રહ્યો હતો.
(6:34 pm IST)