દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

પૂર્વી જર્મનીના પોટાશની ખાણમાં બ્લાસ્ટ થવાના કારણે 35 લોકો સાતસો ફૂટ નીચે ફસાયા

નવી દિલ્હી: પૂર્વી જર્મનીના પોટાશની ખાણમાં શુક્રવારના રોજ વિસ્ફોટ થવાના કારણે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમજ આ દુર્ઘટનાના કારણે ખાણમાં કામ કરી રહેલ 35અન્ય લોકો ફસાઈ ગયા છે ઘટનાના સમયે લગભગ 700 મીટર નીચે કામ ચાલી રહ્યું હતું સ્ટેટ માઇનિંગ ઓથોરિટીના કહેવા મુજબ બધા લોકો સુધી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે અને સહુ કોઈ સુરક્ષિત છે.તેમને બહાર કાઢવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

(6:33 pm IST)