દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનાનું શિકાર બન્યું: પાયલોટનું મૃત્યુ

નવી દિલ્હી: કેલિફોર્નિયાના અપલેન્ડ શહેરમાં એક નાનું વિમાન દુર્ઘટનાનું શિકાર બનીને એક મકાન પર નીચે પડતા તેમાં એક પાયલોટના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે સૈન બર્નાડીનો કાઉંટી અગ્નિશમન વિભાગે આ વાતની માહિતી આપતા જણાવ્યું છે કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તુરંત બચાવ કર્મીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિમાનમાં સવાર પાયલોટને ગંભીર રીતે ઇજા પહોંચી હતી.

                 આ વિમાન અપલૈંડના કેબલ એરપોરથી રવાના થયું હતું જે સવારના સમયે દુર્ઘટનાનું શિકાર બન્યું હતું વિમાન ખુબજ ઊંચાઈ પર ઉડતું હોવાનું બચાવ કર્મીઓનું કહેવું છે. જેમાં અચાનક તે નીચે મકાન પર ધરાશાયી થતા પાયલોટનું ગંભીર ઇજાના કારણે મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે.

(6:30 pm IST)