દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

મહિલાએ થોડી ધુળ માંગીઃ ડસ્ટ ડીલરે એક સામટા ૧૦૦ ટ્રક ઠાલવી નાખ્યા

અમેરીકાના વર્જિનીયાની ઘટના

વર્જિનિયાઃ તા.૮, વર્જિનિયાની એક મહિલાએ જમીનને સમતોલ કરવા થોડીક ધૂળ માગી હતી અને કંપનીએ એક સામટા ૧૦૦ ટ્રક ઠાલવી દીધા. મફતની ધૂળ કિલન કરાવતા અઢી લાખ ડોલરનો ખર્ચ થશે. વર્જિનિયામાં રહેતી રોઝમેરી વેગાએ ઉબડ-ખાબડ ૧૧૦૦ સ્કવેર ફૂટ જમીન સમતોલ કરાવવા માટે ડસ્ટ ડીલર પાસે થોડીક ધૂળની માગણી કરી હતી.

 પછી એ મેડિટેશન કેમ્પમાં જતી રહી. એ દરમિયાન ડસ્ટ ડીલરના એક પછી એક ટ્રક આવવાનું શરૂ થયું. એક બે ૧૦,૨૦ નહીં, પણ પૂરા ૧૦૦ ટ્રક એ જગ્યાએ ધૂળના ઠાલવી દીધા. મહિલાનો સંપર્ક થઈ શકયો નહીં અને ત્યાં સુધીમાં તો આટલો મોટો જથથો ધૂળનો આવી ચૂકયો હતો.

 મહિલાએ દાવો કર્યો હતો કે હજુ તો કોઈ સોદો ફાઈનલ થયો ન હતો ત્યાં જ ડીલરે ધૂળના ટ્રકો ઠાલવી દીધા હતા. એટલું જ નહીં, ૧૩ વૃક્ષો પણ ધરાસાઈ થઈ ગયા. આ ધૂળ એ સૃથળેથી કિલન કરાવતા લગભગ અઢી લાખ ડોલરનો ખર્ચ થશે એવો અંદાજ બાંધવામા આવ્યો છે.

 મહિલાએ માટીના ડીલરની આ ગરબડ વિરૂદ્ઘ કોર્ટમાં અરજી કરી છે અને વળતરની માગણી કરી છે. ઈ ટ્રકિંગ એન્ડ કંપનીના માલિકે આ અંગે કહ્યું હતું કે તેમની કંપનીને મહિલાએ મફતમાં ધૂળ આપવાનું કહ્યું હતું અને તે અંગે બીજી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. પછી નીચલા સ્તરે કોઈ કોમ્યુનિકેશન ન થયું એટલે આવી ગરબડ થઈ હતી, પણ વળતર આપવાનો તેણે ઈનકાર કર્યો હતો.

(3:56 pm IST)