દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

જીવતો કરચલો કાઢવાની ગેમ મુકવા બદલ સિંગાપોરના રેસ્ટોરાં પર પ્રાણી પ્રેમીઓની તવાઇ

સિંગાપોર તા ૮  :  સિંગાપોરના એક સી-ફુડ રેસ્ટોરાના વાઇરલ થયેલા એક વિડીયોએ એના પર ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે. પાંચ ડોલર એટલે કે આશરે ૩૫૫ રૂપિયામાં કલો મશીનમાંથી રેસ્ટોરાના ગ્રાહકોને જીવતો કરચલો કાઢવાની તક આપતા આ વિડીયોને સામાન્ય જનતા ઉપરાંત સોસાયટી ફોર પી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ (એસપીસીએ) દ્વારા પણ વખોડી કાઢવામાં આવ્યો હતો.હાઉસ હોફ સી-ફુડના ચીફ એકઝિકયુટીવ ફ્રાન્સિસ એનજીએ ફેસબુક પર એવો દાવો કર્યો હતો કે, આ કલો મશીન વાસ્તવમાં બાળકોને દરિયાઇ જીવન વિશે માહીતી આપવા માટે બનાવાયું હતું. જોકે ટીકાકારોએ કહ્યું હતું કે, આ મશીન દરિયાઇ જીવોને અકારણ હાનિ પહોંચાડવા ઉપરાંત લોકોમાં એવો સંદેશો ફેલાવે છે કે, કરચલા કે અન્ય દરિયાઇ જીવો રમતમાં જીતવાની ચીજ છે. કલો મશીનને મળેલી નકારાત્મક પ્રતિક્રિયાને ધ્યાનમાં રાખી હાઉસ ઓફ સી-ફુડે તેના તમામ રેસ્ટોરામાંથી કલો મશીનને હંગામી ધોરણે હટાવવાનો નિર્ણય લીધો છે.

રેસ્ટોરાની ઓફર મુજબ તેના ગ્રાહકોને પાંચ ડોલરમાં કલો મશીનમાંથી જીવતો કરચલો કાઢવાની તક આપી રહી હતી અને જે ગ્રાહકે ૫૦૦ થી ૮૦૦ ગ્રામ વજનનો કરચલો કાઢી શકે તેને રેસ્ટોરા એ મફતમાં રાંધી આપશે.

(11:40 am IST)