દેશ-વિદેશ
News of Friday, 8th November 2019

પહેલા લગ્ન નિષ્ફળ જતાં આ બહેને ત્રણ પુરૂષો સાથે લગ્ન કર્યાં

લંડન તા ૮  : યુગાન્ડાના અમુગગરાની ૩૬ વર્ષની એક મહિલા તેમના પહેલા લગ્ન નિષ્ફળ ગયાં બાદ ત્રણ પુરૂષો સાથે લગ્ન કરતાં સમાચારમાં ચમકી છે. યુગાન્ડામાં ટેસોસમાજના કિશ્ચયન પાદરીની દીકરી એન ગ્રેસ અગુટીએ એક કરતા વધુ પુરૂષો સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી તે તેના સમાજના લોકોથી જુદી પડી ગઇ છે. જોકે પોતાના બચાવમાં એન કહે છે કે ' મેં તો સમાજની રીત પ્રમાણે એક પુરૂષ સાથે લગ્ન કર્યા હતાં, પણ તે મારી આશાથી વિપરીત નીકળ્યો. હું એક એવો પતિ ઇચ્છતી હતી, જે ગૃહિણી તરીકેની મારી જરૂરિયાત પૂરી કરી શકે, પણ મારો પતિ નકામો નીકળ્યો. મારે જ કમાવવું પડયું એટલે મેં તેને છોડી દીધો અને હવે હું એક કરતાં વધુ પુરૂષો સાથે લગ્ન કરવા ઇચ્છું છું'.

એન ના પિતા પાદરી પીટર ઓગવેન્ગનું કહેવું છે કે તેનો હજી એક પતિ હતો, પણ તેણે મારી દીકરી પર દાતરડાથી હુમલો કરતાં મેં અને ગામના અન્ય લોકોએ તેને ગયા વર્ષે જ ગામમાંથી બહાર કાઢી મુકયો હતો. હાલમાં પણ તે ગામલોકો સાથે મળીને એનના ત્રણ પતિને હાંકી કાઢવા ગયો હતો, પરંતુ એનનું કહેવું છે કે, તે પુખ્ત વયની છે અને પોતાની મરજીથી ત્રણ પતિ સાથે રહે છે.

(11:38 am IST)