સ્કુલમાં પાળેલા પોપટે કેક અને બીજા નાસ્તા સાથે ૭૦મો જન્મદિવસ ઊજવ્યાો
નવી જર્સી ,તા.૮: અમેરિકાના જર્સી સિટીના પરાં સેન્ટ હેલિયરની રૌજ બૌલીન સ્કૂલમાં પાળેલા સિમ નામના એક પોપટે તાજેતરમાં ૭૦મો જન્મદિવસ ઊજવ્યો હતો. ૧૯૮૮થી રંગબેરંગી ઇતિહાસ ધરાવતો એ પોપટ સ્કૂલમાં આવતાં પહેલાં એક ટોય શોપમાં રહેતો હતો. એ ટોય શૌપ ર્ં બંધ થતાં ૧૯૯૧માં પોપટ સ્કૂલમાં આવ્યો હતો.
સ્કૂલનાં એક છાપરાં પર આગ લાગી ત્યારે પોપટ આબાદ બચી ગયો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓ એને ખવડાવવા અને પીવાનાં પાણી તેમ જ એનું પિંજરું સાફ કરવા જેવી જવાબદારીઓ નિભાવે છે. એ વિધાર્થીઓએ પોપટનો ૭૦મો જન્મદિન ઊજવ્યો હતો. પિંજરામાં અને આસપાસ પોપટને શોભે એવી સજાવટ કરવામાં આવી હતી. બાળકો અને પોપટ બન્નેને ખાવામાં જલસો પડે એવો કેક અને નાસ્તો લાવવામાં આવ્યો હતો.સામાન્ય રીતે પોપટની આવરદા પચાસ વર્ષની હોય છે, પરંતુ આ પોપટ ૭૦ વર્ષનો થયો.