દેશ-વિદેશ
News of Friday, 9th November 2018

ગૂગલે યોન ઉત્પીડન મામલે નીતિ બદલાવી : હવે ડાયરેક્ટ અદાલતમાં જઈ શકશે કર્મચારી

સનફરન્સીસ્કો ;ગૂગલે યૌન ઉત્પીડનના મામલે નીતિમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે આ પ્રકારના કેસોમાં કંપનીની મધ્યસ્થીને દૂર કરવામાં આવી છે. જોકે તે પીડિતની ઈચ્છા પર નિર્ભર રહેશે. એટલે કે કર્મચારી ઈચ્છે તો તે સીધો જ કોર્ટ જઈ શકશે.

  ગુગલના સીઈઓ સંુદર પિચાઈએ કર્મચારીઓને ઈમેલ મોકલ્યો છે. તેમાં પિચાઈએ જણાવ્યું છે કે તેમને યૌન ઉત્પીડનના કેસોમાં કર્મચારીઓનો ફીડબેક મળ્યો છે. એવું નોંધવામાં આવ્યું છે કે તેઓને સંપૂર્ણ માહિતી મળી નથી. પિચાઈ કર્મચારીઓની માંફી માંગી છે.

 યોન ઉત્પીડનના મામલાઓ ઘટાડવા ગૂગલ હવે દરેક કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. અત્યાર સુધીમાં એક વર્ષના અંતરે ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

(4:01 pm IST)